મોબાઈલ ફોન બન્યો 11 વર્ષની બાળકીના આપઘાતનો કારણ : મોબાઈલ ફોન વાપરવા અંગે ઠપકો આપતા મનમાં લાગી આવતા બાળકીએ કર્યો આપઘાત

copy image

copy image

જામનગરમાં  મોબાઈલ ફોને 11 વર્ષની બાળકી માટે જીવલેણ બન્યો હોવાનો કિસ્સો બન્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોબાઈલ ફોન વાપરવા લેવા માટે પોતાની બહેન સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.  મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક વિસ્તારમાં મધુવન મેટલ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરે છે. જેમાં મહિલાની 11 વર્ષીય પુત્રીએ પોતાના રહેણાક મકાનમાં લોખંડની આડશમાં સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવને જાણ થતાં તાત્કાલિક આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.