પાટણમાં ખેતરમાં કામ કરતી વેળાએ થ્રેસરના મશીનમાં આવી જતાં 18 વર્ષીય યુવાને જીવ ખોયો

copy image

copy image

પાટણમાં ખેતરમાં કામ કરતી વેળાએ થ્રેસરના મશીનમાં આવી જતાં 18 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણ જિલ્લાના સાંતલપુરમાં પાટણકા ગામમાં આ ઘટના બની છે. અહી   18 વર્ષીય ખેડૂત પુત્ર થ્રેસર મશીનમાં આવી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. ખેતરમાં ધાણા કઢાવવાનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન હતભાગી કોઈ કારણે થ્રેસરમાં આવી ગયેલ હતો જેથી આ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.