એચ.જે.ડી ઇન્સ્ટીટ્યુટ સ્પોર્ટ્સ કોલેજ ના વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુડબોલ (નેશનલ) સ્પર્ધામાં ૩ વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ અને ૦૧ વિદ્યાર્થીની ને બ્રોસ મેડલ મળ્યો.


ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ.જે.ડી ઇન્સ્ટીટ્યુટ સ્પોર્ટ્સ કોલેજ ના ૪ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુડબોલ (નેશનલ ગેમ) સ્પર્ધા જે પારુલ યુનિવર્સિટી ગુજરાત મુકામે તારીખ ૦૭ થી ૧૦ માર્ચ દરમિયાન યોજાએલ હતી. જેમાં ટોટલ ૪૫ યુનિવર્સિટી એ ભાગ લીધેલ હતો. જેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કચ્છ ની અંદર આવેલ એચ.જે.ડી ઇન્સ્ટીટ્યુટ મા બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ (B.P.E.S) ની અંદર અભ્યાસ કરતા ૩ વિદ્યાર્થીઓ ગલાંગા ભાવેશ, ગુસાઈ વિવેક, પસીયા નીશિત સિલ્વર મેડલ અને પાંચાણી વૃન્દા ને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આખા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી માંથી એચ.જે.ડી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ મેળવવા બદલ એચ.જે.ડી ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર જગદીશ હાલાઇ સરે સિદ્ધિને બિરદાવી હતી. આ સમગ્ર ગેમનું સંચાલન સ્પોર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ ગજેન્દ્રસિંહ સોઢાએ કર્યું હતું.