ભુજની રમત ગમત કચેરીમાં સ્પોર્ટ્સ કીટ છેલ્લા ઘણા વર્ષોથી ધૂળ ખાઈ રહી છે

વીઓ:-૧
રાજ્ય સરકાર ઊગતા ખેલાડીઓનાં પ્રોત્સાહન માટે યોજનાઓ તો જાહેર કરી દે છે પણ રમતગમત વિભાગની ઉદાસીનતાને લીધે ઘણીવાર રમતવીરો સુધી સાચો લાભ પહોંચતો નથી કચ્છમાં પણ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા થોડાં વર્ષ પહેલાં પસંદ કરાયેલા ખેલાડીઓ માટે મોંઘી સ્પોર્ટ્સ કિટ મોકલવામાં આવી હતી પણ કચ્છમાં રમતગમતની કચેરી દ્વારા આ સંખ્યાબંધ કિટની ખેલાડીઓને ફાળવણી કરાઈ નથી પરિણામે રમત ગમત કચેરીમાં સ્પોર્ટ્સ કીટ ધૂળ ખાઈ રહી છે સ્વામી વિવેકાનંદ બિનનિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના હેઠળ રૂપિયા 6000ની એક એવી ઘણી કિટ પાંચેક વર્ષ પહેલાં કચ્છની રમતગમતની કચેરીને મોકલાવાઈ હતી જેમાં બેટ બોલ સહિતનાં સાધનો હતાં પણ રમત ગમત કચેરીએ આ કિટ ખેલાડીઓને આપી નહીં પરિણામે કચેરીમાં કીટ ધૂળ ખાઈ રહી છે

બાઈટ:- કુલદીપસિંહ જાડેજા સ્પોટમેન