આપણાં દેશનું ભવિષ્ય રોડ પર ઢસડાતું દેખાઈ રહ્યું છે : બેફામ ટ્રક ચાલકો હજુ કેટલાના ભોગ લેશે ??

copy image

copy image

આપણાં દેશના યુવાનો કે જે આપણાં દેશનું ભવિષ્ય છે એ ભવિષ્ય અત્યારે ડામર રોડ પર ઢસડાતું નજરે ચડી રહ્યું છે. આપણે આપણાં યુવાધનને એક બાદ એક કરીને ગોઝારા અકસ્માતોમાં ખોઈ રહ્યા છીએ. રોજ-બરરોજ કેટલાય અકસ્માત સર્જાય જેમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કેટલાક પરિવારો પોતાના વહાલા વ્યક્તિઓ ગુમાવી રહ્યા છે. રોડ પર ચાલતા વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવી રહ્યા છે. છેલ્લા બે માસના સમયગાળામાં કચ્છમાં તો અતિશય અકસ્માત થઈ ચૂક્યા છે. અને એમાં પણ ભુજ તાલુકામાં રોજ એક-બે કેશ અકસ્માતના તો આવતા જ હોય છે,અને આ અકસ્માતો વધુ પડતાં મોટા ટ્રકોના કારણે જ થતાં હોય છે. હાઇવે પર બેફામ ઓવરલોડ ચાલતા ટ્રેલરો બાઇક કે એક્ટિવા જેવા વાહનોને ટક્કર મારી અને આવા અકસ્માતો સર્જાતાં હોય છે. કોને છૂટ આપી છે આવા ટ્રક અને ટ્રેલર ચાલકોને બેફામ રીતે જાણે રોડના માલિક હોય તેવી રીતે ગાડીઓ ચલાવવાની..?? શું કોઈ તેઓને છુપો સાથ આપી રહ્યા છે..? કે તેમણે કાયદાનું કોઈ ડર જ નથી..? ઉપરાંત નિયમથી વધુ ઓવરલોડ કરી ગાડીમાં માલ ભરી રહ્યા છે.. કોના હાથ નીચેના આશીર્વાદ છે આ તમામ લોકોને ..???

જૂના નહીં પરંતુ હાલના જ અકસ્માતોના કેસોની તરફ ધ્યાન દોરીએ તો કેરા નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો તેમજ અન્ય વીસ લોકો સારવાર અર્થે ખસેડાયા હતા. ઉપરાંત સ્મૃતિવન હાઈવે પર 25 વર્ષીય યુવતીએ ટ્રક નીચે આવી જતાં જીવ ગુમાવ્યો હતો. તેમજ તે જ માર્ગે બાઇક ચાલકે પણ જીવ ગુમાવ્યો એમાં પણ ટ્રક ચાલકોના કારણે જ અકસ્માત થયા છે. બીજી તરફ અંકલેશ્વરના મોતાલી પાટીયા નેશનલ હાઇવે પર ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતાં એક ટ્રક ચાલકનું મોત થયું હતું. હવે તો તેમાં પણ હદ થાય છે કે વાહનો એટલા બેફામ રીતે પુરપાટ આવતા હોય છે કે રોડ પર ચાલતા લોકોને પણ હડફેટે લેતા જાય છે જેના કિસ્સા આપણી સમક્ષ આવી ચૂક્યા છે.

અકસ્માત સર્જાવાના મુખ્ય કારણો એ છે કે વાહન ચાલકો ટ્રાફિક હોય કે ગમે તે હોય વાહનોને ખૂબ જ સ્પીડમાં ચલાવે છે. એ લોકો નથી પોતાનું કે પોતાના પરિવારનું વિચારતા કે નથી બીજાનું વિચારતા. ઉપરાંત, વાહન ચાલકો ચાલુ વાહનોમાં નીડર થઈ અને મોબાઈલ ચલાવે છે અથવા તો એયરફોન યુસ કરે, જેનાથી લોકોને પાછળ આવતા વાહનના હોર્ન સંભળાતા નથી પરીણામે તે અકસ્માતનો ભોગ બને છે. તેમજ લોકો અત્યારે બેફામ બની આગળ પાછળ કઈ જોયા વગર જ સ્પીડમાં ઓવર ટેક કરવા જાય જેના પરીણામે જીવલેણ અકસ્માતનો ભોગ બની કાળને પોતે જ નોતરે છે. પરીણામે કેટલાક પરીવારો વિખૂટા પડી જાય છે.

તેમજ ભુજ તાલુકામાં જ્યારે પણ કોય મોટી હસ્તી કે કોઈ નેતાજીઓ આવે છે ત્યારે રાતો રાત રોડ રસ્તા, ગટર સમસ્યા, ટ્રાફિક જેવી બધી બાબતોને નગરપાલિકા સફાઇ કરાવીને સુધારી નાખે છે પરંતુ કાયમી માટે આ બધી વ્યવસ્થાઓ તરફ ધ્યાન પણ આપવામાં આવતું નથી. ખાલી નેતાઓને બતાવા અંતે રાતના અંધારામાં સમસ્યાઓ પર પડદો લગાવી દેવામાં આવે છે. તો તંત્રને ખાશ નિવેદન છે, કે નેતાઓ સામે દેખાડા કરવા કરતાં પ્રજાનું વિચારી અને રોડ-રસ્તા ગટર સમસ્યાઓ પર ધ્યાન આપે. તો શું તંત્ર આવા ગંભીર અકસ્માતોને રોકવા વહેલી તકે કોઈ પગલું ભરસે કે નઈ ? તંત્ર આવા બેફામ ચાલતા વાહનો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે નઈ ? તો આવા બેફામ ચાલતા વાહનો, ઓવર લોડ ચાલતા ટ્રકો, ટ્રાફિક વગેરે જેવી બાબતો પર તંત્ર ઝડપથી ધ્યાન આપે તેવી લોક માંગ ઉઠી રહી છે.