ગુજરાતનાં સુરતમાં શિવશ્કિત ટેક્સટાઇલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી : બનાવને પગલે આસપાસના લોકોને ઘર ખાલી કરવા આદેશ અપાયા

copy image

ગુજરાતનાં સુરત શહેરમાં આવેલ શિવશ્કિત ટેક્સટાઇલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હોવાનો બનાવ બન્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતની સચિન GIDCમાં કપડાંના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે 15થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. પરંતુ 9 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં આગ બેકાબુ બની રહી છે.ત્યારે બનાવને પગલે આજુબાજુના લોકોને ઘર ખાલી કરવા આદેશ આપી દેવાયા હોવાનું સામે આવ્યું છે. આ વિકરાળ આગમાં અસંખ્ય ઝુંપડાઓ બળીને ભશ્મ થયા છે.