બોટાદમાં પોલીસકર્મીનો આપઘાત

copy image

સૂત્રો જણાવી રહયા છે બોટાદમાં પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બોટાદ જિલ્લામાં ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ 28 વર્ષીય પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળીયા નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લઈ મોતને ભેટો કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ બનાવ સ્થળ પર પહોંચી હતી અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.