અંકલેશ્વરની પાનોલી GIDCમાં કરોડોની છેતરપિંડી : 284.98 મેટ્રિક ટન કેમિકલ બારોબાર વેંચી મરાયું

copy image

અંકલેશ્વરની પાનોલી GIDCમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિત્ય બિરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના લોજિસ્ટિક આસિસ્ટન્ટ મેનેજરે કંપની સાથે 4 કરોડની છેતરપિંડી આચરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમોએ 1 મે 2024 થી 30 જાન્યુઆરી 2025 સુધીના સમયગાળા સુધીમાં 17 ગાડીઓના ખોટા બિલો બનાવી સમગ્ર કૌભાંડ આંચર્યું હતું. ગાડીઓના ખોટા બિલો બનાવી આરોપી શખ્સે 284.98 મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી માર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.