સુરતના પલસાણામાં ધૂળેટીના રંગોથી રમ્યા બાદ નહેરમાં ન્હાવા ગયેલ શ્રમિકો પૈકી એક પાણીમાં ડૂબતાં શોધખોળ શરૂ

copy image

સુરતના પલસાણામાં ધૂળેટીના રંગે રમવાનો આનંદ લઈ રંગોથી રમ્યા બાદ નહેરમાં ન્હાવા ગયેલ શ્રમિકો પૈકી એક ડૂબી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ઔદ્યોગિક એકમોમાં રજા હોવાના કારણે શ્રમજીવીઓ ધૂળેટીની ઉજવણીમાં ભરપૂર મોજ કરી હતી ત્યાર બાદ કેટલાક શ્રમિકો બગુમરા ગામની સીમમાંથી પસાર થતી ચલથાણ બ્રાન્ચ નહેરમાં ન્હાવા ગયેલ હતા. આ નહેરમાં ન્હાવા પડેલ ત્રણ શ્રમિકો પૈકી એક 35 વર્ષીય મુકેશભાઈ લક્ષ્મણભાઈ પાસવાન નામનો શખ્સ પાણીમાં ડૂબવા લાગતા લોકોએ બચાવવા કોશિશ કરી હતી. પરંતુ લોકોની કોશિશ કામ ન લગતા બારડોલી ફાયરને જાણ કરવામાં આવતા તેમની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને શોધખોળ કરવા છતાં કોઈ પતો ન મળતાં નહેરનું પાણી બંધ કરાવી બાદમાં તપાસ શરૂ કરવાનું સામે આવ્યું છે.