પૈસા બડા યા આદમી……???

copy image

આ સૌ સામાન્ય જીવન જીવતા લોકો માટે હમેશા અડચણરૂપ બનતો પ્રશ્ન છે….પૈસા બડા યા આદમી….? જો હાલની પરિસ્થિતી જોવા જઈએ તોતો આનો એક જ અર્થ નીકળે …..પૈસા. અથવા તો એમ પણ કહી શકાય “પૈસા હૈ તો આદમી બડા…….” અત્યારે સામાન્ય માણસ માટે ખૂબ જ કથળી પરિસ્થિતી બનતી જઈ રહી છે…હરેક જગ્યાએ પૈસાને માનસથી વધુ માન છે. હરેક જગ્યાએ, હરેક કામમાં પૈસા પ્રભુત્વ ધરાવે છે. ચાહે એ સરકારી કામ હોય કે ખાનગી બારોબાર મેડ કરવા વાળા લોકો અતિશય મળી રહે છે. કોઈ પણ કામ હોય, તે પછી પંચાયત કક્ષાનું હોય, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા કે પછી રાજ્ય કક્ષાનું કામ હોય જે માણસ પાસે પૈસા છે તેનું કામ થાય બાકી સામન્ય માણસની કોઈ ઓકાત નથી.?
કોઈ પણ સરકારી કચેરીમાં કામ કરવા માટે જવું હોય તો દરેક ખુરશી પર બેઠેલ માણસને મીઠું મો આપવું જ પડે છે. ?શુકામ…? સરકારની બહોળા પ્રમાણમાં યોજનાઓ બને છે તો શા માટે ગરીબ લોકો સુધી અને નિમ્ન વર્ગના લોકો સુધી તેનો લાભ પહોંચતો નથી. ?સરકારી કોઈ પણ કામ હોય દાખલા બનાવવા હોય કે કોઈ કાર્ડ દરેક કામમાં વચેટિયાઓ લોકો પાસેથી પૈસા લે છે અને જો પૈસા ન આપવામાં આવે તો તે કામ ન કરે અને ન બીજાને કરવા દે… ?તો આવી કથળી પરિસ્થિતિમાં ગરીબ માણસ કઈ રીતે પોતાનો ગુજારો કરી શકે…? સામન્ય આધાર કાર્ડ બનાવવા હોય કે મોટા-મોટા રોડ રસ્તા બનાવવા હોય દરેક કામમાં હર જવાબદાર વ્યક્તિ પોતાના ખિસ્સા ભરવા વાળી યુક્તિ કરે છે. અરે હવે તો સરકારી ભારતીયોમાં પણ પૈસાથી લોકોને સીટ અપાવવામાં આવે છે. અને આ બધાની વચ્ચે નેતાજીઓ વાતો કરે છે “સબકા સાથ સબકા વિકાસ” કેવી રીતે થશે વિકાસ..?
સકરારી કચેરીઓમાં દાખલા પછી બને છે પેલા ખિસ્સામાં પૈસા જાય છે…..માર્ગ ના કામોમાં રોડ રસ્તા પર સિમેન્ટ-કાકરા પછી ઠલવાય છે પેલા ખિસ્સામાં મોટી નોટો ઠલવાય છે….પછી 1 વર્ષમાં રોડ કે પુલ પડી ભાંગે છે…જ્યારે ગુણવત્તાના પૈસા ખિસ્સામાં જશે તો ખિસ્સાની ઉમર વધશે….નહીં કે રોડ-રસ્તાની. કેટલીક જગ્યાએ લોકો પાણી વગરના તરસ્યા હેરાન થઈ રહ્યા છે તો કેટલાક સ્થળે ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે. વિધાર્થીઓ બસમાં મુસાફરી કરવા હેરાન થઈ રહ્યા છે. વિધ્યાર્થીઓને એક એક્સ્ટ્રા બસ નથી મળતી તેઓ શાળા-કોલેજ સમયસર પહોંચી નથી શકતા. આ તમામ કામો પાછળ સરકારી ગ્રાન્ટ તો આપાય છે પરંતુ જાય છે ક્યાં…? અનેક વાર સાંભળવા મળે છે આ કામ પાછળ આટલા કરોડ ફાળવાવામાં આવ્યા પરંતુ શું ખરેખર તે રકમ તે કામ પાછળ પૂરેપુરી ખર્ચાય છે ખરી…?
આવા અનેક પ્રશ્નો આમ જનતા ઉઠાવી રહી છે આતો માત્ર શરૂઆત છે હજુ આવી કેટલી સમસ્યાઓથી દેશના લોકો જજૂમી રહ્યા છે. શું આપણાં દેશની પરિસ્થિતી આવી જ રહશે….? શું આપણાં દેશમાથી ભ્રસ્ટાચાર કોઈ દિવસ સંપૂર્ણ પણે મુક્ત થશે..? આપણાં દેશમાં ગરીબોની કોઈ સાંભળશે…..? આપણાં દેશના ગરીબના બાળકો શું કોઈ દિવસ ઊંચાઈ આંબી સકશે…?
તો હવે સૌને જાગવાની જરૂર છે આપણાં દેશને જાગૃત લોકોની જરૂર છે જે દેશના અને લોકોના વિકાસ માટે કાર્ય કરે લોકો માટે કાર્ય કરે….પોતાના ખિસ્સા ભરવા માટે નહીં……..તેવું જાગૃત લોકોનું કહવું છે….