ભુજની સહારા હોટેલમાં રોકાયેલા 38 વર્ષીય યુવાનનું આકસ્મિક મોત

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજની સહારા હોટેલમાં રોકાયેલા 38 વર્ષીય યુવાનનું આકસ્મિક મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી સામખિયાળીના 38 વર્ષીય યુવાન સિકંદર અબ્દુલભાઈ રાયમાનું બાથરૂમમાં પગ લપસતાં ગંભીર ઈજાનાં પગલે મોત થયું હતું. ભુજની સહારા હોટેલમાં રોકાયેલા સિકંદર રાયમા આજે બાથરૂમમાં ન્હાવા ગયેલ હતા તે સમયે હતભાગીનો પગ લપસવાના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.