આદિપુરમાં યુવતીનું ગળું પકડી ધક્કો મારી રૂા. 1 લાખનો મોબાઇલ ઝૂંટવી નરાધમ થયો ફરાર

copy image

ગાંધીધામ ખાતે આવેલ આદિપુરમાં યુવતીનું ગળું પકડી ધક્કો મારી રૂા. 1 લાખનો મોબાઇલ ઝૂંટવી લઈ નાસી જનાર આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારમાં રહેનાર ફરિયાદી એવા રીયા ઇશ્વરગર ગોસ્વામી અને તેમના માતા ગત દિવસે ગાંધીધામ કોર્ટમાં આવી રહ્યાં હતાં તે સમય દરમ્યાન આરોપી ઈશમે તેમનો પીછો કર્યા બાદ માતા-પુત્રી આદિપુરમાં સાંઇબાબા મંદિર નજીક મહેક ફ્રૂટ એન્ડ વેજિટેબલની દુકાને શાકભાજી લેવા ઊભા હતા તે સમયે આ શખ્સે ફરિયાદીનું ગળું પકડી ધક્કો માર્યો હતો. અને 1 લાખનો મોબાઇલ ઝૂંટવી અને કેસ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી અને મોબાઇલ તોડી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.