કચ્છના સામખિયાળી જંક્શન પર ચાર વાહનો વચ્ચે એક સાથે સર્જાયો અકસ્માત

copy image

કચ્છના સામખિયાળી જંક્શન પર ચાર વાહનોનો એક સાથે અકસ્માત સર્જાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચાર રસ્તા પર એક ટ્રક અચાનક ઊભો રહી જતાં પાછળથી આવતું ટ્રેલર અથડાયું હતું. ઉપરાંત આ જ સમયે એક કાર અને બોલેરો જીપ પણ આ વાહનો સાથે ધડાકાભેર અથડાયા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે બનાવને પગલે તમામ વાહનો એકબીજા સાથે ગૂંચવાઈ ગયા હતા. ટ્રેલરનો ચાલક વાહનમાં ફસાઈ ગયો હતો. પરીણામે હાઈવે પેટ્રોલિંગની ટીમે ક્રેનની મદદથી વાહનોને છૂટા પાડી ચાલકને બહાર કાઢ્યો હતો. આ બનાવમાં ઘાયલ થયેલ ચાલકને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ બનાવ અંગે પોલીસને કોઈ પ્રકારે જાણ ન કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.