રાપરના ભીમદેવકા અને ફૂલપરા ગામમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણીના ફાફાં : પંખવાડિયાથી નળમાં જળ જ નથી

copy image

રાપર ખાતે આવેલ ભીમદેવકા અને ફૂલપરા ગામમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણીના ફાફાં પડી ગયા છે. ત્યારે સૂત્રો જણાવી રહયા છે, છેલ્લા એક પંખવાડિયાથી આ વિસ્તારમાં પીવાનું પાણી આવ્યું જ નથી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘નલ સે જલ’ યોજના હેઠળ નળ તો મૂકવામાં આવેલ છે પરંતુ એ નળમાં જલ તો આવતું જ નથી. સ્થાનિક રહીશો દ્વારા રાપર અને ભચાઉના પાણી પુરવઠા વિભાગને વારંવાર રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. પરિણામે ગ્રામજનોને પીવાના પાણી માટે ભટકવું પડી રહ્યું છે.