ગાંધીધામમાં એક તરફ શહેરભરમાં પાણી ન આવતું હોવાની શિકાયત તેમજ અન્ય વિસ્તારોમાં ગટરમીશ્રીત પાણી આવવાની રાવ ઉઠી

સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામમાં એક તરફ શહેરભરમાં પાણી ન આવતું હોવાની શિકાયત ઉઠી રહી છે તેમજ બીજ તરફ જ્યા પાણી આવે છે તે ડહોળુ અને ગટરમીશ્રીત હોવાની ફરિયાદો પણ સામે આવી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ડીબીઝેડ સાઉથ વિસ્તારમાં ઘણા વર્ષોથી પાછલી સરકારના કુશાસનના કારણે પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકા બની તો એક આશા જાગી હતી કે હે શુદ્ધ પીવાનું પાણી મળશે, પરંતુ મ.ન.પા જાહેર થયાને ઘણો સમય વીતી ગયો છે છતાં આજ સુધી સુધી ગટર મિશ્રીત પાણી આવી રહ્યું હોવાની રાવ ઉઠી છે. ગટરનું દુષિત પાણી પીવાના પાણીમાં ભળી જઈ દુષીત કરતા, ઘણા વર્ષો પહેલા રોગચાળાના લીધે ઘણા મોત થયા હોવાના અહેવાલો સામે આવી ચૂક્યા છે. ઉપરાંત વર્ષોથી ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાના કારણે ડાયરેક્ટર ડેમનું પાણી વિતરણના લીધે ડોળુ અને ગંદુ વિતરીત થાય છે