“કોઠારા તથા જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કેબલ ચોરીના બે વણશોધાયેલ ગુના શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા શ્રી વાય.કે.પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી, મહિપાલસિંહ પુરોહિત તથા લાખાભાઇ રબારીનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન શક્તિદાન ગઢવી તથા મહિપાલસિંહ પુરોહિતનાઓને બાતમી હકીકત મળેલ કે, ઉમર અલીમામદ કુંભાર તેના મળતીયા સાથે મળી અલગ અલગ જગ્યાએ પવનચક્કીમાં રહેલ કોપર કેબલની ચોરી કરી તે ચોરી કરેલ કોપર કેબલ મામદ ઇબ્રાહીમ કુંભારનાઓને આપેલ છે અને તે બધા હાલે નલીયા મફત નગર ખાતે આવેલ મામદ ઇબ્રાહીમના ભંગારના વાડા ખાતે હાજર છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) મામદ ઇબ્રાહીમ કુંભાર ઉ.વ. ૪૩ રહે. મફતનગર નલીયા તા. અબડાસા તથા (૨) ઉમર અલીમામદ કુંભાર ઉ.વ. ૩૨ રહે. મફતનગર નલીયા તા. અબડાસા તથા (૩) અલીમામદ જુસબ કુંભાર ઉ.વ. ૨૩ રહે. કુંભાર ફળીયુ નલીયા તા. અબડાસા તથા (૪) અબ્દુલ કાસમ સાટી ઉ.વ. ૩૨ રહે. મફતનગર નલીયા તા.અબડાસા વાળાઓ મળી આવતા મજકુર ઇસમોને સાથે રાખી ભંગાર વાડાની ઝડતી તપાસ કરતા વાડાના અંદર થી અલગ અલગ કલરના પ્લાસ્ટીકના કોથળામાં કોપર કેબલ પડેલ હોય જેથી કોપર કેબલના આધાર પુરાવાની માંગણી કરતા તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી તેમજ આ બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ નહી હોવાનુ જણાવેલ જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ ઉમર અલીમામદ કુંભારએ જણાવેલ કે આ કોપર કેબલ હું તથા મારી સાથે અલીમામદ જુસબ કુંભાર તથા અબ્દુલ કાસમ સાટી વાળાઓ સાથે આજથી આશરે પંદર થી વીસ દિવસ પહેલા અબડાસા તાલુકાના કડુલી ગામની સીમ વિસ્તારમાં ગયેલ અને ત્યા પવનચક્કી તોડી તેના અંદર થી કોપર વાયર કાપીને અહી મામદ ઇબ્રાહીમ કુંભારને આપી ગયેલ હતા અને તે સિવાય અમે ત્રણેય ભેગા મળી જખૌ મરીન વિસ્તારના નાયરા નદી સીમ વિસ્તારમાંથી કોપર વાયર કાપીને અહી મામદ ઇબ્રાહીમ કુંભારને આપી ગયેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે કોઠારા તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનોમાં ખરાઇ કરતાં નીચે મુજબના ગુના દાખલ થયેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નલીયા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • મળી આવેલ મુદામાલ
  • કોપરના વાયરોની ભંગાર જેનો વજન આશરે ૨૦૦ કી.ગ્રા., કી.રૂ. ૧,૦૦,૦૦૦/-
  • મોબાઇલ ફોન નંગ – ૦૫, કી.રૂ.૨૦,૫૦૦/-
  • પકડાયેલ આરોપી

મામદ ઇબ્રાહીમ કુંભાર ઉ.વ. ૪૩ રહે. મફતનગર નલીયા તા. અબડાસા

ઉમર અલીમામદ કુંભાર ઉ.વ. ૩૨ રહે. મફતનગર નલીયા તા. અબડાસા

  • અલીમામદ જુસબ કુંભાર ઉ.વ. ૨૩ રહે. કુંભાર ફળીયુ નલીયા તા. અબડાસા

અબ્દુલ કાસમ સાટી ઉ.વ. ૩૨ રહે. મફતનગર નલીયા તા.અબડાસા

  • વણશોધાયેલ ગુના શોધી કાઢેલ

કોઠાર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૦૩૦/૨૦૨૫, ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪) મુજબ

જખૌ મરીન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૦૦૭/૨૦૨૫, ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ

  • ઉમર અલીમામદ કુંભારનો ગુનાહીત ઇતિહાસ
  • અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૯૧/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ વિગેરે મુજબ
  • આદીપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૧૧૭/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ
  • ગઢશીશા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૩૨/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૭ વિગેરે મુજબ
  • વાયોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૦૯/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯,૩૮૦,૪૫૭ વિગેરે મુજબ

નલિયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૧૨/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ

  • નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૩૮/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ
  • નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૭૪/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૭ વિગેરે મુજબ
  • ગઢશીશા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૯૨/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ
  • ગઢશીશા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૯૩/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ
  • નલિયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૫૧૭/૨૦૨૧ જુગાર ધારા કલમ ૧૨ મુજબ
  • અલીમામદ જુસબ કુંભારનો ગુનાહીત ઇતિહાસ
  • માનકુવા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ

••• અબ્દુલ કાસમ સાટીનો ગુનાહીત ઇતિહાસ

નલિયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૧૨/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ

  • નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૩૮/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ
  • નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૩૯/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ

નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૪૦/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ

નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૪૧/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ

નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૪૨/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ

નખત્રાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૪૩/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે મુજબ