“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડગાળાના સીમ વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરતા કુલ કિં. 40,00,000/-(ચાલીસ લાખ)ના વાહનો પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

“પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડગાળા ગામની સીમ વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટી (ખનીજ) નું ખનન કરતા એક જે.સી.બી. લોડર મશીન તથા બે હીટાચી મશીન તથા બે ટાટા આઇવા (ડમ્પર) એમ કુલ્લે કિં.રૂ. ૪૦,૦0,000/-(ચાલીસ લાખ)ના વાહનો પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ ઓફીસ હાજર હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, શામજીભાઇ કરશનભાઇ વરચંદ(આહીર) રહે. ડગાળા તા.ભુજ વાળાઓ ડગાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ શ્રી સરકાર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી (ખનીજ) નું ખનન કરે છે અને હાલે એમની આ ગેરકાયદેસર પ્રવૃત્તી ચાલુ છે જેથી તુરંત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની એક ટીમ બનાવી જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજ ગઢવીનાઓ દ્વારા હકીકત વાળી જગ્યા એ તપાસ કરતા એક જે.સી.બી. લોડર મશીન તથા બે હીટાચી મશીન તથા બે ટાટા આઇવા (ડમ્પર) વડે ખાણકામ ચાલુ હાલતમાં જોવામાં આવેલ જેથી હાજર મળી આવેલ ઇસમોને પુછ-પરછ કરતા સદર મશીનો તથા ડમ્પરો જે શામજીભાઇ કરશનભાઇ વરચંદ(આહીર) રહે. ડગાળા તા.ભુજવાળાના છે. તેવી હકીકત જણાવેલ. જેથી, સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે પુછ-પરછ કરતા તેઓએ જણાવેલ કે, સદર જગ્યાએ શામજીભાઇ વરચંદ નાઓના કહેવાથી આ ખાણકામ કરવામાં આવે છે. તેવું જણાવતા હોઇ તેઓની પાસે સદર જગ્યાએ ખાણકામ કરવા સબબ કોઇ લીઝ આવેલ છે કે કેમ ? કે તેઓએ કોઇ પરવાનગી મેળવેલ છે કે કેમ ? તે બાબતે કોઇ આધાર-પુરાવા હોઇ તો રજુ કરવા જણાવતા તેઓની પાસે કોઇ લીઝ કે પરવાનગી નહી હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારૂ ખાણ ખનીજ વિભાગ, ભુજ નાઓને સ્થળ તપાસણી સારૂ જાણ કરવામાં આવેલ આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો / મશીન સીઝ કરી આગળની કાયદેસરની કાયવાહી કરવામાં આવેલ છે.

  • કબ્જે કરેલ વાહનો(કુલ્લે કિં.રૂ. ૪૦,૦૦,૦૦૦/-(ચાલીસ લાખ))

હ્યુન્ડાઇ હીટાચી મશીન મોડેલ નંબર R230LM તથા એન્જીન પાવર નંબર 148/110/2000 તથા સીરીયલ નંબર HYNDN637LE0000513, કી.રૂ.૧૦,૦૦,૦૦૦/-, (વાહન ચાલક: મોન્ટુ પરમેશ્વર મહંતો ઉ.વ.૩૪ રહે,બિહાર હાલે રહે.ડગાળા તા.ભુજ)

  • હ્યુન્ડાઇ હીટાચી મશીન મોડેલ નંબર R215. તથા એન્જીન પાવર નંબર 148/110/2000 તથા સીરીયલ નંબર N635D03857, કી.રૂ.૧૦,૦૦,૦૦૦/-, (વાહન ચાલક ડગાળા તા.ભુજ) દેવરાજ વાઘજી વરચંદ ઉ.વ.૩૦ રહે,આહીરવાસ
  • જે.સી.બી. લોડર જેના પીન નંબર. PUN4ASBVVP4307879, કી.રૂ.૧૦,૦૦,૦૦૦/-, (વાહન ચાલક – રૂપસિંહ માલસિંહ રાઠોડ ઉ.વ.૨૨ રહે, આકોડા તા.ચોહટન જી.બાડમેર(રાજસ્થાન))
  • ટાટા આઇવા ડમ્પર રજીસ્ટ્રેશન નંબર જીજે.૧૨.સી.ટી. ૪૦૯૭, કી.રૂા. ૫,૦૦,૦૦૦/-, (વાહન ચાલક દીપક લખમણ વરંચદ ઉં.વ. ૨૨ રહે. ડગાળા તા.ભુજ)
  • ટાટા આઇવા ડમ્પર રજીસ્ટ્રેશન નંબર જીજે.૧૨.બી.વાય. ૫૪૩૦, કી.રૂા. ૫,૦૦,૦૦૦/-, (વાહન ચાલક – ઇશ્વર નાનજીભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે,ડગાળા તા.ભુજ)