ખાણખનીજ કલમ.૩૪ મુજબની કાર્યવાહી કરતી નખત્રાણા પોલીસ


મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓએ ગેરકાયદેસર ખનનની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ સદરબીટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ મેહુલકુમાર પી.જોષી નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે નાના અંગીયા ફાટક પાસે રોડ ઉપર સોનાલીકા કંપનીનુ ટ્રેકટર રજી નં. જીજે-૦૮-જે-૫૧૬૨ વાળામા એક ઇસમ ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી ભરી નખત્રાણા તરફ આવે છે જે બાતમીના આધારે નાના અંગીયા ફાટક પાસે રોડ ઉપર વોચ રાખી સદર ટ્રેકટર ચાલકને ગેરકાયદેસર રીતે ભરેલ સાદી રેતી આશરે ૨(બે) ટન પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
- પકડાયેલ વ્યક્તિના નામ સરનામુ:-
(૧) ઇકબાલ કાસમ કુંભાર ઉ.વ.૩૨ રહે-નવાનગર નખત્રાણા
કબ્જે કરેલ મુદ્દામાલ:-
સોનાલીકા કંપનીનુ ટ્રેકટર રજી નં. જીજે-૦૮-જે-૫૧૬૨ તથા ટ્રોલી કિ.રૂ.૧,૭૫,૦૦૦ તથા રેતી ટન
૨(બે) કિ.રૂ.૧૦૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનારપોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ. મકવાણા સાહેબતથા તથા પો.હેડ.કોન્સ મેહુલકુમાર પી.જોષી તથા પો..કોન્સ રણજીતસિંહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.