ગુજરાતના દ્વારકામાંથી સામે આવ્યો ચોંકાવનાર બનાવ : ત્રણ દિવસથી ગુમ સગીરનો પાણીના ટાંકામાંથી મળી આવ્યો મૃતદેહ

copy image

સૂત્રો જણાવી રહયા છે ગુજરાતના દ્વારકામાંથી ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે જેમાં ત્રણ દિવસથી ગુમ એક સગીરનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવેલ હોવાના અહેવાલો સામે આવી રહયા છે. ત્યારે આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ દ્વારકાના ખંભાળિયામાં કેતન વાઘેલા નામના સગીરનો મૃતદેહ રામનાથ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવેલ છે. હતભાગી ત્રણ દિવસ અગાઉ ગુમ થયો હતો. ત્યારે તેના માતા-પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. બાદમાં આજે ત્રણ દિવસ બાદ રાત્રીના સમયે પાણીના ટાંકામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગે જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.