વડોદરામાંથી વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો

copy image

copy image

 વડોદરામાંથી વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરામાં મોપેડ પર  જતા સિનિયર સિટિઝનને કાર ચાલકે હડફેટમાં લેતા આ અકસ્માત સર્જાયો હતો. વડોદરામાં સિનિયર સિટિઝન મોપેડ પર  જઈ રહ્યા હતા તે સમયે કોઈ કારના ચાલકે તેમને ટક્કર મારતા તેઓ જમીન પર પટકાયા હતા. આ બનાવમાં માથામાં ગંભીર ઇજાઓના પગલે તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.