અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત પૂર ઝડપે કાર હંકારતો સગીરનો વીડિયો સામે આવ્યો

અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત પૂર ઝડપે કાર હંકારતો સગીરનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદમાં આવેલ ગોમતીપુર વિસ્તારમાં સગીર બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો. તે દરમ્યાન આ સગીરે એકટીવા ચાલકને અડફેટે લીધો હતો. એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી સ્થાનિક લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરી દિધો હતો. આ વિડીયો સામે આવતા  પોલીસે કિશોરની અટકાયત કરી  આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.