ફોટોગ્રાફીનું કામ કરતા યુવકની બાઈકના બ્રેક ફેલ થઈ જતાં બાઈક ખાઈમાં ખાબકતાં યુવાનનું મોત

copy image

ડાંગ ખાતે આવેલ સાપુતાર ખાતે ટેબલ પોઈન્ટ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોટોગ્રાફીનું કામ કરતા યુવકની બાઈક ખાઈમાં પડી જવાના કારણે યુવાને જીવ ગુમાવ્યો હતો. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના ધનંજય ચૌરસિયા નામના યુવાન સાથે આ બનાવ બન્યો હતો. હતભાગીની બાઈકના અચાનક બ્રેક ફેઈલ થતાં પહાડ પરના ઘાટમાં બેકાબુ બાઈક ખાઈમાં પડી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ રસ્તામાં જ તેને અંતિમ શ્વાશ લીધા હતા.