દુધઈ પો.સ્ટે.ના બળાત્કારના ગુના કામેના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ કચ્છ ગાંધીધામ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે દુધઈ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૩૮/૨૫ બી.એન.એસ.ક. ૬૪(૨)(જે)(એમ),૩૫,(૩),333 મુજબના ગુના કામે નીચે જણાવ્યા મુજબના નાસતા ફરતા આરોપીને પશ્ચિમ ભુજ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે દુધઈ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ નાસતા ફરતા આરોપીનું નામ

અલ્લારખા કાસમ સમા ઉ.વ. ૪૩ ૨હે. મફ્તપરા વિસ્તાર જુની દુધઈ તા.અંજાર

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧) દુધઈ પો.સ્ટે.ગુ.૨.નં. ૦૦૧૯/૧૮ ઈ.પી.કો.ક.૩૭૬,૩૯૨

(૨) દુધઈ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૬૪/૨૧ ઈ.પી.કો.ક.૩૨૩,૩૯૨ વિ.

(3) દુધઈ પો.સ્ટે.ગુ.૨.નં. ૦૦૨૨/૨૫ બી.એન.એસ.ક.૧૧૫(૨),૧૧૮(૧)

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.