ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી સાત જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી સાત જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગળપાદરથી બાગેશ્રી સોસાયટી તરફ જવાના માર્ગે બાવળની ઝાડીમાં સાંજના સમયે અમુક શખ્સો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક આવેલી પોલીસે અહીથી સાથ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ જુગારપ્રેમીઓ પાસેથી રોકડ રૂા. 20,170 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.