માંડવીની દીકરીએ પોતાનાં સાસરે જામનગર મધ્યે સાસરિયાંના ત્રાસથી કંટાળી કર્યો આપઘાત

traas

copy image

copy image

માંડવીની દીકરીએ પોતાનાં સાસરે જામનગર મધ્યે સાસરિયાંના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 11-3ના રાત્રીના સમયે ગ્રીષાબેન ભાવિનભાઇ ચંદ્રકાંત ખેતાણીએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું.  આ બનાવ અંગે હતભાગીના ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર  ફરિયાદીની બેનને વારંવાર હેરાન-પરેશાન કરી, મારકૂટ કરી, શારીરિક અને માનસિક ત્રાસ આપી અમારાં ઘરેથી રૂપિયા તથા એ.સી., મોબાઇલ ફોન, ટીવી વિગેરે લેવડાવી આપેલાં, છતાં વધુ દહેજની માગણી કરી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે, સાસરિયાંના ત્રાસથી ગ્રીષાબેન નામની પરીણીતાએ ગળેફાંસો ખાઈ જીવનને અંતિમ વાટ પકડી હતી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આરોપીઓની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.