સુરતમાં રાતના સમયે હેલ્મેટ વિના નિકળતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી : 25 હજારથી વધુ લોકોને કરાયા દંડિત

image-172

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુરત શહેરમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટનો કાયદો કડક કરી દેવામાં આવ્યો છે ત્યારે દિવસ દરમિયાન લોકો હેલ્મેટ પહેરે છે, પરંતુ રાત્રિ દરમિયાન લોકો હેલ્મેટ ન પહેરતા હોવાનું જણાયું હતું. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રે સ્પેશિયલ ડ્રાઈવ યોજાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ કામગીરી દરમ્યાન હેલ્મેટે વગર નીકળનારા લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. રાતના સમયે હેલ્મેટ વિના નિકળતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ કાર્યવાહી દરમ્યાન હેલ્મેટ વિના વાહન હંકારતા 25 હજારથી વધુ લોકોને દંડિત કરાયા છે.