નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં પાણીની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ
નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં ભુતરાઈ વિસ્તારમાં પાણીની નવી પાઇપલાઇન નાખવાની કામગીરીથી 250 જેટલા ઘરના પાણીના પ્રશ્નનો ઉકેલ આવશે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગામમાં ભુતરાઇ વિસ્તારમાં અગાઉ વોટર સપ્લાયનું પાણી આવતું હતું, પરંતુ તેમાં અનેક સમસ્યાઓ પણ અવાનવાર સામે આવતી હતી. હવે પાણીની નવી લાઇન અને મુખ્ય લાઇનનું ટાંકા સાથે જોડાણ કરવામાં આવતા આ સમસ્યામાંથી નિજાત મળશે.