ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાની સુવર્ણ તક : ૧૦ એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવી
ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવા ઈચ્છુક ઉમેદવારો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેક્નિકલ, ક્લાર્ક/સ્ટોર કીપર, ટ્રેડસમેન કેટેગરીમાં અરજી કરવા માટે અપરણિત પુરૂષ ઉમેદવારોની જન્મ તારીખ ૦૧/૧૦/૨૦૦૪ થી ૦૧/૦૪/૨૦૦૮ હોવી જરૂરી છે. પરીક્ષા ફી રૂ.૨૫૦/- છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તા.૧૦/૦૪/૨૦૨૫ છે.
જનરલ ડ્યૂટી માટે લઘુતમ ૪૫ ટકા અને દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ સાથે ધોરણ-૧૦ પાસ, ઉંચાઈ-૧૬૮ સે.મી., છાતી- ૭૭(+૫) હોવી જરૂરી છે.
ટેક્નિકલ પોસ્ટ માટે લઘુતમ ૫૦ ટકા અને દરેક વિષયમાં ૪૦ ટકા માર્કસ સાથે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ અથવા લઘુતમ ૫૦ ટકા સાથે ધોરણ-૧૦ પાસ અને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયમાં ૪૦ ટકા માર્કસ સાથે બે,ત્રણ વર્ષનાં નિયત આઈ.ટી.આઈ./ ડીપ્લોમા કોર્ષ પાસ, ઉંચાઈ:૧૬૭ સે.મી., છાતી: ૭૬(+૫) જરૂરી છે.
ઓફિસ આસિ./સ્ટોર કીપર માટે લઘુતમ ૬૦ ટકા તેમજ અંગ્રેજી અને ગણિત/ એકાઉન્ટ/ બુક કિપીંગ સહિત દરેક વિષયમાં ૫૦ ટકા માર્કસ સાથે ધોરણ-૧૨ પાસ, ઉંચાઈ: ૧૬૨ સે.મી., છાતી: ૭૭(+૫) હોવી જરૂરી છે.
ટ્રેડસમેનમાં દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ સાથે ધોરણ-૦૮ અથવા ૧૦ પાસ, ઉંચાઈ: ૧૬૮ સે.મી., છાતી: ૭૬(+૫) છે. વધુ વિગતો માટે ઓફિશિયલ વેબસાઈટ: www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવા જણાવ્યું છે.