“નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના કોપર તથા એલ્યુમિનિયમના વાયરો સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, વિપુલ મેટલ સ્ટોર દુકાનના માલિક જયંતીલાલ બીજલાણી(કંસારા) જે પોતાની દુકાનમાં કોપર, એલ્યુમિનિયમનો વાયરનો જથ્થો કોઇપણ આધાર પુરાવા વગર રાખેલ છે અને સગેવગે કરવાની ફીરાકમા છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા કોપર વાયરના ફિડલા તથા કોપરના અલગ-અલગ ટુકળા તથા એલ્યુમિનિયમ વાયરના ફિડલાનું તથા પિત્તળ(બ્રાશ)ના વાલ્વ તથા એલ્યુમિનિયમ હેન્ડલો જોવામાં આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રુ. ૬૦,૮૦૦/-)
  • કોપર વાયરના ફિડલા તથા કોપરના અલગ-અલગ ટુકળાઓ કુલ્લે વજન-૭૦ કિ.ગ્રા. ४.३.३५,०००/-

એલ્યુમિનિયમ વાયરના ફિડલા કુલ્લે વજન-૩૦ કિ.ગ્રા. કિં.રૂ.૩૦૦૦/-

એલ્યુમિનિયમ વાયરના ટુકળા કુલ્લે વજન-૩૦ કિ.ગ્રા. કિં.રૂ.૩૦૦૦/-

  • પિત્તળ(બ્રાશ)ના વાલ્વ કુલ્લે વજન-૪૭ કિ.ગ્રા. કિં.રૂ.૧૮,૮૦૦/-

એલ્યુમિનિયમ હેન્ડલોનું કુલ્લે વજન-૧૦ કિ.ગ્રા. કિં.રૂ.૧,૦૦૦/-

:• પકડાયેલ ઇસમ

જયંતીલાલ વાલજી બીજલાણી(કંસારા) ઉવ.૭૬ રહે.દેવકીનગર,નખત્રાણા