રામમંદિર દાનનો હિસાબ થશે : સુપ્રીમ

image

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાનાં રામમંદિરને મળેલાં દાનમાં કથિત હેરાફેરીના મામલે સુનાવણી કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે અદાલતે બનાવેલી એસઆઇટી ને જણાવ્યું હતું કે, તપાસ ઝડપથી પૂરી કરીને તાર્કિક પરિણામ સુધી પહેંચે. રામ મંદિરને મળેલાં દાનનો હિસાબ થશે. સુપ્રીમ કોર્ટે ખાસ તપાસ ટીમને ફટકારી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી તેમજ વી મોહનાની બેન્ચે એસઆઇટીને નિર્દેશ આપ્યો હતો કે દાન ચોરીના મામલે તપાસમાં થયેલી પ્રગતિનો રિપોર્ટ સીલબંધ કવરમાં જમા કરાવવામાં આવે. બેન્ચ તરફથી એસઆઇટીને કહેવાયું હતું કે તપાસની ગુણવત્તા અને પારદર્શકતાને સારી બનાવવા માટે કોર્ટ સામે અલગ અલગ અરજકર્તાઓના વિચારો ઉપર નિષ્પક્ષ વિચાર કરવામાં આવે તેમજ એસઆઇટીના રિપોર્ટ બાદ અદાલત રામ મંદિર આવતા ભક્તો દ્વારા કરવામાં આવેલાં દાનની વ્યવસ્થામાં સુધારા માટે અમુક નિર્દેશ જાહેર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 27 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે રામ મંદિરમાં દાનની કથિત હેરાફેરીની તપાસ માટે આઇજીપી કિરણ એસની અધ્યક્ષતામાં ચાર સભ્યની એસઆઇટીનાં ગઠનનું સંજ્ઞાન લીધું હતું. બેંચે જણાવ્યું હતું કે, પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે સુધારાત્મક પગલાં ભરવામાં આવશે. આ સાથે બે અઠવાડીયામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.