ખેડોઈ નજીક ઢાબામાં યુવાને ઉંદર મારવાની દવા ગટગટાવી લેતા મોત

copy image

અંજાર તાલુકાના ખેડોઈ નજીક અગાઉ ઝેરી દવા ગટગટાવી જનાર યુવાનનું સવાર દરમ્યાન મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 24/3ના ખેડોઈ નજીક ફોની ઢાબામાં યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. ખેડોઈમાં રહેનાર સાહિદ નામના યુવાને ઉંદર મારવાની દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે હતી જ્યાં ગત દિવસે સારવાર દરમ્યાન તેને અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.