અંજારમાં 32 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

અંજારમાં 32 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર નગરપાલિકા વોર્ડ નંબર-બેના મહિલા કાઉન્સિલરના પુત્ર એવા દશરથ ખાંડેકાએ જીવનને અંતિમ વાટ પકડી લીધી હતી. હતભાગી પોતાના ઘરે એકલો હતી તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવાને કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.