લોહીની ચકાસણી માટે ગે.કા લાંચ લેવાના કેસમાં ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનિશિયન નિર્દોષ જાહેર
સૂત્રો જણાવી રહ્યા છે લોહીની ચકાસણી માટે ગેરકાયદે રૂા. 50ની લાંચ લેવાના વર્ષ 2018ના પ્રકરણમાં ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનિશિયન નિર્દોષ જાહેર થયો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 3/12/18ના ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનિશિયનને એસીબીએ ગોઠવેલા છટકામાં પકડી ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને નિર્દોષ જાહેર કરતો આદેશ કર્યો હતો.