ભુજના સુધરાઈના કારોબારી ચેરમેન રહી ચૂકેલ શખ્સ લાપતા

સૂત્રો જણાવી રહ્યા છે ભુજના સુધરાઈના કારોબારી ચેરમેન રહી ચૂકેલા ભરતકુમાર વાલજી રાણા કોઈ અગમ્ય કારણે ગત દિવસેથી ગુમ જણાતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. તેમજ આ દરમ્યાનતેમનું વાહન માધાપર હાઇવે પાસેથી મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ નાગે પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર     ગત તા. 27-3ના સવારના 10 વાગ્યાના અરસામાં કોઈ અકળ કારણને વશ થઈ ભરતભાઈ લાપતા બન્યા છે. કોઈ પણ રીતે તેમનો સંપર્ક પણ થઈ શકતો નથી. પોલીસે ગુમનોંધના આધારે આગમની વધુ તપાસ આરંભી છે.