મુંદ્રાના બારોઇ રોડ પરથી મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

cricket

copy image

copy image

મુંદ્રાના બારોઇ રોડ પરથી મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રીના સમયે મુંદ્રાના બારોઇ રોડ પર મહાવીર મોલ નજીક બેસી એક શખ્સ મોબાઇલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ક્રિકેટ મેચનું લાઇવ સ્કોરબોર્ડ જોઇ ફોનમાં આઇ.ડી. મારફત ક્રિકેટના સટ્ટાનો સોદો કરી હાર-જીતનો જુગાર રમી રહ્યો હતો તે સમયે પોલીસે આ શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.