માંડવીમાંથી મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

copy image

copy image

માંડવીમાં મોબાઇલમાં ક્રિકેટ સટ્ટાની એપ આઇ.ડી. બનાવી હાર-જીતનો સટ્ટો રમતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસ મથકના પી.આઇ.ને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માંડવી પોસ્ટ ઓફિસ નજીક કોઈ ઈશમ મોબાઇલમાં ક્રિકેટ સટ્ટાની એપ આઇ.ડી. બનાવી સટ્ટો રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમીહકીકત વાળા સ્થળ પરથી મોબાઇલમાં સટ્ટો રમતા શખ્સને રંગે હાથ દબોચ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.