ગાંધીધામમાંથી દારૂની નવ બોટલ સાથે એકની અટક

copy image

ગાંધીધામમાંથી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના બેંકિંગ સર્કલ પી.એમ. ટાયર પાસે મોપેડમાં કોઈ શખ્સ દારૂ વેચી રહયો હતો તે દરમ્યાન પોલીસે આ શખ્સને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ તેની પાસેથી રૂા. 5166ની નવ દારૂની બોટલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.