ભચાઉના નવા કટારિયા નજીક કારમાંથી 1.96 લાખના દારૂ સાથે બેની ધરપકડ

copy image

ભચાઉના નવા કટારિયા નજીક કારમાંથી રૂા. 1,96,750ના દારૂ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે, એલ.સી.બી. ની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, રાજસ્થાનથી દારૂ ભરીને નીકળેલા બે શખ્સ થરાદ, સાંતલપુર, વિરમગામ, માળિયા થઇને કચ્છમાં ઘૂસી આવેલ છે. આની વચ્ચે નવા કટારિયા નજીક આ શખ્સોની કારમાં પંક્ચર પડતાં મિલન હોટેલના કમ્પાઉન્ડમાં પંક્ચર બનાવવા ઊભા રહ્યા હતા, તે સમયે પહોંચેલી એલ.સી.બી.એ રાજસ્થાનના આરોપી શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલ શખ્સોની કારમાંથી કુલ રૂા. 1,96,750નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.