જવાહરનગરમાંથી 10 હજારની રોકડની સાથે પાંચ જુગારપ્રેમીઓની અટક

copy image

ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાંથી 10 હજારની રોકડની સાથે પાંચ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જવાહરનગરમાં ચામુંડા હોટેલ પાછળ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગોળ કુંડાળું વાળીને પત્તા ટીંચી રહ્યા હતા તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,320 કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરેની કાર્યવાહી હાથ ધરી હતી.