ગાંધીધામના ગોપાલપુરીમાં ખરીદી કરવા ગયેલ શખ્સનો મોબાઈલ સેરવાઈ જતા ફરિયાદ નોંધાઈ

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગોપાલપુરીમાં ખરીદી કરવા ગયેલ કસ્ટમ કર્મચારીના મોબાઈલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોપાલપુરીમાં રહેતા અને કસ્ટમમાં નોકરી કરતા સુભાષ યોગેશચંદ જશોરિયા દ્વારા આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 24/3ના ફરિયાદી પોતાનાં બાળક માટે બિસ્કિટ લેવા શોપિંગ સેન્ટર ખાતે ગયેલ હતા. જ્યાથી પરત ફરતી વેળાએ પોતાનો રૂા. 25,000નો મોબાઈલ ગુમ જણાયો હતો. આ ચોરી અંગે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.