આડેસર પોલીસ મથકમાં મુદ્દામાલ રૂમની છત અચાનક ધરાશય થતાં ધોડદામ મચી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં
સૂત્રો જણાવી રહ્યા છે આડેસર પોલીસ મથકમાં મુદ્દામાલ રૂમની છત અચાનક ધરાશય થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 28/3ના સાંજના સમયે આડેસર પોલીસ મથકમાં આ બનાવ બન્યો હતો. પોલીસે અગાઉ કરેલી કાર્યવાહી દરમ્યાન કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ આ રૂમમાં રાખવામા આવેલ હતો. આ રૂમની બાજુમાં મુદ્દામાલ રૂમની છત અચાનક નીચે પડી હતી. આ બનાવમાં તમામ મુદ્દામાલ દટાઈ ગયો હતો.વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે અંદરથી ફર્સ્ટ તથા સેકન્ડ પાર્ટ નો મુદ્દામાલ હેમખેમ મળી આવ્યો હતો, પરંતુ રૂમમાં લગાવવામાં આવેલ એલ.સી.ડી. ટી.વી., નવા ફાળવાયેલા સી.સી.ટી.વી. કેમેરા, તેનો જરૂરી સામાન, યુ.પી.એસ., સોલાર બેટરી તેમજ સાત ગુનાઓમાં જપ્ત કરાયેલ બીયરના ટીન, 180 મિ.લિ.ના ક્વાર્ટરિયા, 750 મિ.લિ.ની બોટલો તૂટી અને નષ્ટ થઈ હતી.