કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩

ચોવીસમા અને પચ્ચીસમા દિવસ ની મેચ તારીખ ૨૯/૦૩/૨૦૨૫ અને તા.૩૦/૦૩/૨૦૨૫

કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા “સોસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩* કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૦૬/૦૩/૨૦૨૫ થી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે શરૂ થયેલ છે જેમાં કુલ પ૨૦ થી વધારે ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૨૯/૦૩/૨૦૨૫ અને તારીખ ૩૦/૦૩/૨૦૨૫ ના ચોવીસમાં અને પચ્ચીસમા દિવસ ની મેચો રમાઇ હતી જેમાં ચોવીસમાં દિવસ ની તારીખ ૨૯/૦૩/૨૦૨૫ ની પ્રથમ ક્રિકેટ મેચ રેલ્વે એશોસિએશન અને યંગ સ્ટાર વચ્ચે રમાઇ જેમાં યંગ સ્ટાર ઇલેવન ની જીત થઇ હતી. બીજી મેચ શિવ શક્તિ ઇલેવન તુંબડી અને ફ્રેન્ડસ ઇલેવન નખત્રાણા વચ્ચે રમાઇ જેમાં શિવ શક્તિ ઇલેવન તુંબડી ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ વણકર ઇલેવન ખંભરા અને બાપા સીતારામ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં બાપા સીતારામ ઇલેવન ના ટિમ ની જીત થઇ હતી. ચોથી મેચ ટાઇગર ઇલેવન ભુજ અને અકબર ઇલેવન જદુરા વચ્ચે રમાઇ જેમાં અકબર ઇલેવન જદુરા ટીમ વિજેતા થઇ પાંચમી મેચ ફ્રેન્ડસ ઇલેવન કુકમા અને કમાગુના ઇલેવન 2 વચ્ચે રમાઇ જેમાં ફ્રેન્ડસ ઇલેવન કુકમા વિજેતા થઇ હતી અને છઠ્ઠી મેચ જયરાજ એન્ટર પ્રાઇઝ હટડી અને LCC ઇલેવન કુનરિયા વચ્ચે રમાઇ જેમાં જયરાજ એન્ટર પ્રાઇઝ હટડી ટીમ વિજેતા થઇ હતી.

પચ્ચીસમાં દિવસની તારીખ ૩૦/૦૩/૨૦૨૫ ની પ્રથમ મેચ જય બાબકી ઇલેવન કોટડા અને આશાપુરા ઇલેવન સુખપર વચ્ચે રમાઇ જેમાં આશાપુરા 11 સુખપર ટીમ વિજેતા થઇ. બીજી મેચ સચિયાર ઇલેવન ગોધીયાર અને લાખીયારજી ઇલેવન યુનડી વચ્ચે રમાઇ જેમાં લાખીયારજી ઇલેવન ચુનડી ટીમ વિજેતા થઇ. ત્રીજી મેચ સદગૂરૂ ઇલેવન વરમસેડા અને દ્વારકાધીશ ઇલેવન ધાણેટી વચ્ચે રમાઇ દ્વારકાધીશ ઇલેવન ધાણેટીવિજેતા થઇ. ચોથી મેચ સોનલ શક્તિ ઇલેવન અને શ્રી મારૂતિ નંદન ઇલેવન વચ્ચે રમાઇ જેમાં સોનલ શક્તિ ઇલેવન ટીમ ની જીત થઇ. પાંચમી મેચ 71 વોરીયર ઇલેવન અને ગવર્મેન્ટ ગુજરાત એમ્પ્લોય ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં 71વોરીયર ઇલેવન વિજેતા થઇ. છઠ્ઠી મેચ માઇનુર ઇલેવન ભુજ અને નરા વોરિયર્સ વચ્ચે રમાઇ જેમાં નરા વોરીયર્સ ટીમ ની જીત થઇ. સાતમી મેચ ચાંદ ઇલેવન અને ફલનુર ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં ચાંદ ઇલેવન ટીમ ની જીત થઇ હતી. વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.આ બન્ને મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા શ્રી વિનોદભાઇ બાયડ, વિનેશ ભાનુશાલી, હેમાનભાઇ મુલ ચંદાણી, નીરજભાઇ મુજપર, કમલેશભાઇ મુલચંદાણી, રાજભાઇ લાખાણી, હિતેશભાઇ અખાણી, મનીષભાઇ બારોટ, હિતેશભાઇ ગણાત્રા, મયુરસિંહ જાડેજા, કમલભાઇ ગઢવી, અલ્પેશભાઇ પટેલ, શક્તિસિંહ જાડેજા, પ્રફુલસિંહ જાડેજા, હિતેશભાઇ ભવાણી, દીપકભાઈ પટેલ, ધવલરાજ સોલંકી ઇશ્વરભાઇ પટેલ, પ્રકાશભાઇ ડગરા, હિતેશભાઇ ગોસ્વામી દીપકભાઇ ડાંગર મોહનભાઇ ચાવડા, વિરમભાઇ આહીર, યોગેશભાઇ ત્રિવેદી,, વિગેરે હાજર રહયા હતા.