કટકના નિર્ગુન્ડી નજીક ટ્રેનનો અકસ્માત સર્જાયો : અનેક લોકો થયા ઘાયલ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કટકના નિર્ગુન્ડી નજીક ટ્રેનનો અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ટ્રેન નંબર 12551 કામાખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતરી જતાં આ અકસ્માત સર્જાયો હતો. કટક સ્ટેશનથી નીકળ્યા બાદ, કામાખ્યા એક્સપ્રેસ મંગોલી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ અને તેના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ બનાવને પગલે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.