તાપીના વ્યારામાંથી સામે આવી ચોંકાવનારી ઘટના : ઝૂંપડીઓમાં ગેસના બાટલા ફાટ્યા બાદ અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી
તાપી ખાતે આવેલ વ્યારામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જે અંગે સૂત્રો જણાવી રહ્યા છે વ્યારાના ખટારફળિયામાં આવેલી બાંધકામ સાઈટ પર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવમાં એક પછી એક ગેસના સિલિન્ડરો ફાટ્યા હતા. આ મજૂરોની ઝૂંપડીઓમાં બાટલા બ્લાસ્ટ થયા હતા. અહી ગેસના બાટલા ફાટ્યા બાદ અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ બનાવ પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી.