રાજકોટમાં ટેસ્ટ ડ્રાઈવ માટેની સ્કોડા કારે સર્જ્યો અકસ્માત : બાઈક સવાર યુવાન-યુવતીને હડફેટમાં ઘાયલ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગત તા. 25 માર્ચના રોજ બપોરના સમયે રાજકોટમાં ટેસ્ટ ડ્રાઈવ માટેની સ્કોડા કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બેફામ બનેલ કારે બાઈક સવાર યુવાન-યુવતીને હડફેટમાં લીધા હતા. વધુમાં મળી માહિતી મુજબ સર્જાયેલ અકસ્માત બાદ યુવતી ઉછળીને કારના બોનેટ પર પડી અને યુવક ફૂટપાથ પર ફંગોળાયો હતો. આ બંને ગંભીર રીતે ઘાયલ બનતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ બનાવનો વિડિયો સીસીટીવી માં કેદ થતાં  સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો.