મુન્દ્રામાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સને પોલીસે દબોચ્યો

copy image

મુન્દ્રામાંથી ક્રિકેટ મેચનો મોબાઈલ પર ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે ગત રાત્રે મુંદ્રાના બારોઈ રોડ પર સ્વામિનારાયણ મંદિરના ગેટ નજીક કાર્યવાહી હાથ ધરી હતી. અહી કોઈ ઈશમ આઈપીએલની ક્રિકેટ મેચનો લાઈવ સ્કોર મોબાઈલમાં જોઈ અને લિંકની આઈડીમાં ક્રિકેટ મેચના સટ્ટાનો સોદો કરી હાર-જીતનો જુગાર રમી રહ્યો હતો તે સમયે પોલીસે આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ શખ્સને ઝડપી લઈ તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.