આદિપુરમાં યુવતીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો ચકચારી મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

ગાંધીધામ ખાતે આવેલ આદિપુરમાં યુવતીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના ચકચારી મામલામાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમે ખોટાંનામે ઠગાઈ કરવાના ઈરાદે 20 વર્ષીય વિદ્યાર્થીનાં નામની ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યા બાદ કોઈ નાપાક ઇરાદે ફરિયાદી સાથેના ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ માધ્યમ ઉપર વાયરલ કરી દીધા હતા. ગત તા.23/5/2025થી અલગ-અલગ તારીખ અને સમયે બનેલ આ બનાવ અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.