ભચાઉના મનફરાનાં એક ખેતરમાંથી 90 હજારનો શરાબ ઝડપાયો : આરોપી ગેરહાજર

copy image

copy image

 ભચાઉ ખાતે આવેલ મનફરાનાં એક ખેતરમાંથી 90 હજારનો શરાબનો જથ્થો પકડાયો હોવાના આહેલવા સામે આવ્યા છે પરંતુ આ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો હાજર મળી આવેલ ન હતા. આ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમ વાગડમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભવાન ખીમા કોળી અને  રૂડાબાબુ કોળી નામના શખ્સોએ  સાંતલસરી વાડીવિસ્તારમાં પોતાનાં ખેતરમાં દારૂનો જથ્થો છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી રૂા. 90,000નો દારૂ શોધી કાઢ્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો હાજર મળી આવેલ ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમોને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.