ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બાળકોને રમવા માટેની વિશેષ રૂપે વ્યવસ્થા કરવામાં આવી


ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હાર્દિક ત્રિવેદી સાહેબની સૂચનાથી એક વિશેષ ઓફિસ બનાવવામાં આવેલ છે. જેમાં કેદીઓના બાળકો, કોઈ ગુનામાં સામેલ હોય તેવા બાળકો અથવા તો કોઈ પણ વ્યક્તિ કે જેઓ કેદીઓની મુલાકાત લેવા આવતા હોય તેમના બાળકો માટે અહી રમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહી તમામ બાળકોને રમવા માટેની તમામ સગવડ પૂરી પાડવામાં આવશે. અહી કેદી બાળકો હોય, કેદીના બાળકો હોય કે પછી કેદીને મળવા આવેલ કોઈ વ્યક્તિના બાળકો હોય તેમના માટે વિશેષ રૂપે વયવસ્થા કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પ્રકારના રમકડાઓ અને બીજી વસ્તુઓ પણ મૂકવામાં આવેલ છે.