ભુજ શહેરના હમીરસર તળાવ પાસેથી આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા : હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયાં

image-220

copy image

copy image

   ભુજ શહેરના હમીરસર તળાવ પાસેથી માધાપરના 55 વર્ષીય આધેડ બેભાન હાલતમાં મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જે અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના હમીરસર તળાવ પાસેથી માધાપરના 55 વર્ષીય આધેડ બેભાન મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ભુજના હમીરસર નજીક આવેલ લેકવ્યુ હોટલની સામેથી એક શખ્સ બેભાન અવસ્થામાં મળી આવતાં નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફત તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવેલ હતો જ્યાં પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે પ્રાથમિક તપાસમાં આ અજાણ્યો શખ્સ માધાપરના 55 વર્ષીય વિનોદ નારાણ હીરાણી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.